પ્રિય સખી કલમ,
તારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. કારણ તું એક જ છે જેને હું બધું જ કહી શકું છું અને કદાચ નહીં પણ! તું બોલતી નથી છતાંય ઈશારાઓ આપીને દુઃખો ને હળવા કરી દે છે. તું ચાલતી નથી છતાંય હું કહું ત્યારે તરત જ બેઠી થઈ સીધી દોટ મૂકે છે. પછી ભલેને તારા રસ્તામાં મારા શબ્દોનાં કાંટા કેમ ન હોય! તું ગમે તેટલી પીડા માં હોઈશ છતાં પણ મારા કહ્યાં પછી બીજા જ પળે મારી પાસે બેસી દર્દો માંગે છે.
તને યાદ છે? આજથી એકાદ-બે વર્ષ પહેલાં મે તને ઠપકો આપ્યો હતો કે તને શરમ નથી આવતી મારી પાસેથી દર્દો માગવાની? તને એક પળે એમ પણ નથી થતું કે હું આ દર્દો માંગીને મારી જ પીડા ને નોતરું આપુ છુ? ત્યારે તે મને કહેલું કે તું મને જેટલો પ્રેમ અને વહાલ કરે છે ને, એમાંજ મારી અંતઃ શાંતિ છે. હું પોતાની જાત ને ખૂબ ભાગ્યશાળી ગણું છું કે તું મને તારા બધા દર્દો ને વહેંચવા લાયક મને સમજે છે. હું ખૂબ ખૂશ છું યાર!
તારી એ નિખાલસતા ભર્યો ચહેરો મને રડવા મજબૂર કરી દે છે કે કાશ તું સજીવન હોત...
મારા દરેક આંસુ ને પોતાનું સમજીને તેના આંછા લીસોટા ને તે હળવેકથી લઈ કાગળમાં મૂક્યા છે. એ લીસોટા નો ભાર તે કોઈ દિવસ જાણ્યો નથી! શા માટે...?
તું મારી રૂબરૂ હોય છે ને હૂબહૂ પણ! આજની રાત અને કાલનો દિવસ વચ્ચે ક્યારેક તું જોકા ખાય છે! ને વળી બપોરે સાવ ઊંઘી જાય છે! પણ જ્યારે હું જગાડું ત્યારે જાગી જરૂર જાય છે.
આમતો તારા માટે ઘણું બધું છે કહેવાનું પણ અમુક છાનું રાખવું મને પસંદ છે એતો તને પણ ખ્યાલ જ છે ને... બધા કવિઓ અને સાહિત્યકારો ની જેમ તું પણ મારી હમસફર છે, મારી મહેબૂબ છે, મારી જીવવાની જીવન દોરી છે....
तुम इश्क़ हों, सरेंआम हों।
रूहानियत में बेशक़ मेरी मेहबूब हों |
दुनिया इधर कीं उधर हों जाये भले,
मेरा वादा हैं तुमसे मेरे मेहबूब,
कीं तुम हमारा इश्क़ हों...सरेंआम हों |
તારી પ્રેમિકા
દિવ્યા.
વાહ વાહ.... અદભુત 👌👌
ReplyDeleteકલમ સાથે પણ સંવાદ થઈ શકે એ આજે જાણ્યું.
Thank You Sir.
DeleteSuper 👌👌👌
ReplyDeleteThank You.
Delete👌👌👌
ReplyDeleteThank You Sir.
Deleteવાહ......યાર..
ReplyDeleteછેલ્લી કવિતા તો direct દિલ માજ ઉતરી ગઈ........ને પુરી story નો સાર પણ...........
Thank You So Much🌸
Delete