સફર એક યાદ ની....

 Hello friends!


I Divya Sheta, the student of Shree Umiya Mahila Art's and Commerce College from Lathidad which is located under Maharaja Krishnakumarsinhji Bhavnagar University (MKBU University). I'm studying in BA Sem 5 with main English.


Here is my poem about the picture of "fantasy Image" of one memory which is on the way of present. And here I also mentioned some difficulties of this particular memory. Because in my point of view, there is not easy to get it From past to present! When the past has been bad.





              સફર એક યાદ ની...


અંધકારના ઓથરમાંથી એક યાદ રજળતી હતી;

જબકતી હતી, ધડકતી હતી, મારું અભિમાન હતી.


સરનામું મારું પૂછતાં વાર તો એને લાગી;

થાકી હતી, ભૂખી હતી, પછી કલ્પનાના ઝાડ નીચે સૂતી હતી.


પૂછતાં પૂછતાં આવી બેઠી ભૂતકાળના ઓટલે;

ગોખલામાં આજનો દિવો જોઈ, અંદરખાને ભભકી હતી.


મન ઠારવા કંઇક કેટલા ઉપાય કર્યા હશે એણે;

પાણીમાં આજની ઠંડક જોઈ, અંદરખાને બળતી હતી.


છુપાઈ રહેવા મન વારે વારે કહેતું એનું;

વ્યાકુળ હતી, બેચેન હતી, વર્તમાનને મેળવવા તડપતી હતી.


આખરે એનું કંઇક કહેવું છતું થઈ ગયું મારી સમક્ષ;

નિઃશબ્દ હતી, લાચાર હતી, કંઈ કહેવાને હવે અસમર્થ હતી.


✍🏻દિવ્યા શેટા.




But at the end, there is not actually the end. We can see that memory is never be died! It's immortal like our hope. But the point is that there is some little objection side by the memory who suffer out from the past and who is also play the very little role of the life in the presence, on that time.



Thank you!